મોડાસા, 19 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રીમતી આર.બી. વકીલ માધ્યમિક અને શ્રી એમ.એમ. ઠેકડી ઉચ્ચત્તર માધ્યમિક શાળા અણિયોરમા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો . તેમાં અરવલ્લી જિલ્લાના શિક્ષણાધિકારી ડો ઉષાબેન ગામીત , AEI મગનભાઈ ગડાત, કેળવણી મંડળના પ્રમુખ નાનજીભાઈ , મંત્રી કિરીટભાઈ મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય યોગેશભાઈ વાળંદ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારીએ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.કેળવણી મંડળ અને શાળાના આચાર્ય દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કેળવણી મંડળે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ