અરવલ્લીઃશામળાજી પોલીસે અશોક લેલેન્ડ ટ્રક સીટ પેકેટ સામાનની આડમાં વિદેશી દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી રૂ.૨૧. ૩૨ લાખનો મુદ્દામાલ ઝડપ્યો.
મોડાસા, 19 ફેબ્રુઆરી (હિ.સ.) શામળાજી પોલીસે અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર HR-55-AF-8982 નીમાં સીટ પેકેટ સામાનની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બીયરની પેટીઓ નંગ,૩૦૦ કુલ ટીન નંગ-૭૨૦૦ જેની કિ.રૂ.૧૦,૮૦,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમા
*અરવલ્લીઃશામળાજી પોલીસે અશોક લેલેન્ડ ટ્રક સીટ પેકેટ સામાનની આડમાં વિદેશી દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી રૂ.૨૧. ૩૨ લાખનો મુદ્દામાલ ઝડપ્યો*.


મોડાસા, 19 ફેબ્રુઆરી (હિ.સ.) શામળાજી પોલીસે અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર HR-55-AF-8982 નીમાં સીટ પેકેટ સામાનની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બીયરની પેટીઓ નંગ,૩૦૦ કુલ ટીન નંગ-૭૨૦૦ જેની કિ.રૂ.૧૦,૮૦,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કૂલ કિંમત રૂ.૨૧,૩૨,૦૦૦/- નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી..”

અરવલ્લી, શામળાજી ના અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ડીંડોર શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગ દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર ને બાતમીદાર રાહે હકીકત મળેલ કે, એક બંધ બોડીની અશોક લેલેન્ડ ટ્રક ગાડી નંબર HR-55-AF-8982 માં તેનો ચાલક વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે ટ્રક ગાડીની વોચ દરમ્યાન અશોક લેલેન્ડ કંપનીની બંધ બોડીની ટ્રક ગાડી નંબર HR-SS-AF-8982 આવતા જે ટ્રક ગાડીના ચાલકને બેરેકેટીંગની આડાસ કરી ઉભી રખાવી સદર ટ્રક ગાડીમાં ચાલક ને ટ્રક ગાડીમાંથી નીચે ઉતારી નામઠામ પુછતા પોતે પોતાનું નામ રોહતાશ રામચંદ્ર મુસીરામ જાતે. ચૌધરી ઉ.વ.૩૫ ધંધો ડ્રાયવિંગ રહે.મંઢાણા પો.સ્ટ મંઢાણા તા.ભિવાની જિ.ભિવાની હરીયાણા થાના ભિવાનીનો હોવાનું જણાવતા ગાડીમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટ્રક ગાડીમાં સીટ પેકેટ સામાન ભરેલ છે અને અમદાવાદ ખાતે આપવાના હોવાનું જણાવેલ પરંતું આ ટ્રક ગાડીમાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી હકીકત હોય ટ્રક ગાડીમાં પાછળની બોડીના ભાગે દરવાજો ખોલી તપાસ કરતાં ટ્રકગાડીમાં સીટ પેકેટ સામાનની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય જે ગણી જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બીયરની પેટીઓ નંગ.૩૦૦ કુલ ટીન નંગ- ૭૨૦૦ જેની કિ.રૂ.૧૦,૮૦,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૨૦૦૦/- તથા અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર HR-55-AF-8982 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા સીટ પેકેટ સામાન આશરે કિ.રૂ. ૫૦,૦૦૦/- ની ગણી મળી કુલ કિં.રૂ.૨૧,૩૨,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી ટ્રક ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ

 rajesh pande