અરવલ્લી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના નેતાઓની ટાંટિયા ખેંચ નીતિના કારણે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી વિપક્ષ નેતાની ખુરસી ખાલી
મોડાસા, 19 ફેબ્રુઆરી (હિ.સ.) * એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને ડુબાડનાર કોંગ્રેસના જ કેટલાક નેતાઓ અને સંગઠનના હોદ્દેદારોએ પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા વિપક્ષના નેતાની વરણી નહીં કરી હોવાનું કોંગ્રેસના કાર્યકરોમાં ચ
*The chair of the Leader of the Opposition has been vacant for more than a year in the Aravalli District Panchayat due to the Congress leaders' divisive policy...*


મોડાસા, 19 ફેબ્રુઆરી (હિ.સ.) * એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને ડુબાડનાર કોંગ્રેસના જ કેટલાક નેતાઓ અને સંગઠનના હોદ્દેદારોએ પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા વિપક્ષના નેતાની વરણી નહીં કરી હોવાનું કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે ...

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧ માં યોજાયેલ અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ઉમેદવારોનો વિજય થયો હતો, જેમાં ચાર મહિલા ઉમેદવાર અને ભિલોડા તાલુકાની ૨૦,મોટા કંથારીયા બેઠક પરથી એક માત્ર પુરુષ ઉમેદવાર ડો. વનરાજ ડામોરનો થયો હતો વિજય.પહેલા અઢી વર્ષ માટે ક્ષત્રિય સમાજમાંથી આવતા મહિલા ઉમેદવાર શ્રીમતી વિમળાબા બળવંતસિંહ રાઠોડની વિપક્ષના નેતા પદે વરણી કરવામાં આવી હતી, ત્યાર પછીના અઢી વર્ષ માટે સર્વાનુમતે આદિવાસી સમાજમાંથી આવતાં અને સ્વ. ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાના અંગત વ્યક્તિ તરીકે જાણીતા ડો. વનરાજ ડામોરની વરણી ચોક્કસ માનવામાં આવતી હતી, પરંતુ ભિલોડા તાલુકાના કેટલાક મહત્વકાંક્ષી કોંગ્રેસના નેતાઓને ભવિષ્યમાં પોતાની રાજકીય કારકિર્દીમાં ડો. વનરાજ ડામોર નડતર રૂપ થશે તેવો ડર સતાવી રહ્યો હોવાથી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી વિપક્ષ નેતાની વરણી કરવામાં ન આવી હોવાનું કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ

 rajesh pande