સુરત પાલિકાની પાર્ટી પ્લોટના અસમાન ભાડા દર સામે ભાજપના MLAનો વિરોધ
સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત પાલિકાના કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ સામાન્ય લોકોના પ્રસંગ માટે આર્શીવાદ રૂપ બની ગયાં છે. આ પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલની ડિમાન્ડ એટલી છે કે હવે તેનું બુકિંગ 365 દિવસ પહેલા કરવામાં આવે છે. લોકોની ડિમાન્ડના પગલે
Surat


સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત પાલિકાના કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ સામાન્ય લોકોના પ્રસંગ માટે આર્શીવાદ રૂપ બની ગયાં છે. આ પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલની ડિમાન્ડ એટલી છે કે હવે તેનું બુકિંગ 365 દિવસ પહેલા કરવામાં આવે છે. લોકોની ડિમાન્ડના પગલે પાલિકાએ નવા વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવ્યા છે. હાલમાં જ પાલિકાની સ્થાયી સમિતિએ નવા વિસ્તારમાં બનેલા પાર્ટી પ્લોટના ભાડાના દર નક્કી કરતી દરખાસ્ત મંજુર કરી છે. પરંતુ આ ભાડા સામે કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાએ સુધારો કરવા માટે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી છે.

કતારગામના ધારાસભ્યએ મ્યુનિ. કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કતારગામ ઝોનમાં મારા મત વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં બનાવેલ નવા પાર્ટી પ્લોટ જે હાલ ભાડા દર નક્કી કરવામાં આવેલ છે તે અત્યારથી આજ સુધી જે જુના પાર્ટી પ્લોટ છે. તેના કરતા ઉંચા દર એટલેકે જંત્રી પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે તે મને ઉચિત જણાતું નથી. સુરતના જેટલા પાર્ટી પ્લોટ છે તેમાં આકારણી આધારિત પરથી ભાડું નક્કી કરવું જોઈએ અથવા સુરત મહાનગરપાલિકાના જેટલા પાર્ટી પ્લોટ છે તેમાં મીટર અથવા તો સ્ક્વેર ફીટ આધારિત એક સમાન ભાવ રાખવો જોઈએ અને તે પ્રમાણે કામગીરી કરવી જોઈએ તેવું જણાવ્યું છે.

આ ઉપરાંત પત્રમાં વધુ જણાવ્યું છે કે, પાર્ટી પ્લોટ સપ્ટેમ્બર મહિનાથી તૈયાર હતો છતાં પણ એ ભાડે આપવા માટે ખુલ્લો મુકવામાં આવેલ નથી તેના કારણે શું છે ? ચાર મહિના હોયએ આખી સિઝન દરમિયાન તૈયાર કરેલ પાર્ટી પ્લોટ શહેરની જનતાને ઉપયોગમાં ન આવ્યો તેમજ સુરત મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પણ ગયું છે તો તેના માટે જવાબદાર કોણ ? પબ્લિકના ટેક્સના પૈસાથી બનતી સુવિધા આજ દિન સુધી પબ્લિકના ઉપયોગમાં ન આવી તેના માટે જવાબદાર કોણ? ધારાસભ્યએ છ મહિનાથી વારંવાર મેયરને ધ્યાન દોરેલ છે અને મેયરે પણ અધિકારીઓને ધ્યાન દોરેલું હોવા છતાં આ ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને સુરત મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેના માટે જવાબદારી કોની બંને છે તેનો જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande