પોરબંદર, 19 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ વ્યકિતએ હુમલો કરતો ઈજાગ્રસ્ત મહીલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સરકારી હોસ્પીટલમા દાખલ ભાવનાબેન દેવજી ચુડાસમા નામની મહીલાએ આક્ષેપો કરતા જણાવ્યુ કે, તેઓ ખાપટ વિસ્તારમાં રહે છે તેમની એક દીકરી માનસિક અવસ્થ છે માનસીક અવસ્થ દીકરીને નજીક રહેતો મનીષ વાઘેલા નામનો શખ્સ અવારનવાર હેરાન કરતો હતો દીકરી માનસિક અસ્વસ્થ હોવાથી તે શુ બોલવુ તે ભાન ન હોય તેનો આનંદ મનીષ વાઘેલા નામનો શખ્સ લેતો હતો વધુ ઇજાગ્રસ્ત ભાવનાબેન કહ્યુ કે, મનીષ દીકરી હેરાન કરવાનુ ના કહેતા ઉશ્કરાયેલો હતો તેઓ ઘરમાં હતા પતિ દેવજી બહાર રસ્તા હતા ત્યારે મનીષ વાઘેલા, રામ વાઘેલા, લીલુબેન ત્રણ હોકી વડે પતિ દેવજીભાઈને મારમારતાં હતા જેથી તે(ભાવના બેન) વચ્ચે પડતા હોકી વડે તેમણે ત્રણ શખ્સો મારવા લાગ્યા હતા હોકી વડે જેમફાવે તેમ માર મારતા સારવાર ભાવના બેનને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya