ગીર સોમનાથ કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર લાઈમસ્ટોનના નિકાસ સામે તંત્રની કાર્યવાહી
ગીર સોમનાથ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). જિલ્લા કલેક્ટર ની સીધી દેખરેખ હેઠળ થોડા સમયમાં અનેક પ્રકારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર સકંજો કસવામાં આવ્યો છે. આ જ કડીમાં, ગઈકાલે કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે રેવન્યૂ અને ખાણખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાણ ખનીજ


ગીર સોમનાથ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). જિલ્લા કલેક્ટર ની સીધી દેખરેખ હેઠળ થોડા સમયમાં અનેક પ્રકારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર સકંજો કસવામાં આવ્યો છે. આ જ કડીમાં, ગઈકાલે કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે રેવન્યૂ અને ખાણખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ક્વોરી લીઝની બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજની તપાસ કરી માપણી કરવામાં આવી હતી. આ તપાસ અન્વયે સર્વે નં.૨૨૦ પૈકી ૧ માં ૨.૪૦.૭૬ હેક્ટરના વિસ્તારમાંથી ૧,૫૨,૫૧૦ મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. આ લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂ.૭,૬૮,૬૫,૦૪૦/- જેટલો દંડ ઠપકારી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande