મોડાસા, 19 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નિવાસ સ્થાને લાલજી ભગત સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટીંગ કલાક સુઘી લાંબી ચાલી હતી જેમાં ખુબ નિખાલસતા થી તમામ પ્રશ્નો ને સાંભળ્યા હતા આ અંગે વિધાનસભા અને બજેટ સત્રની અંદરથી શ્રી લાલજી ભગત ની માંગણીઓ જેમાં શિક્ષણ ને લગતા, ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ને લગતા, વિધાનસભા ને લગતા, નિગમ ને લગતા, વાલ્મીકિ એવોર્ડ અને અન્ય તમામ વાલ્મિકી સમાજના પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે આજે સૂચન કરેલ હતું તેમજ વાલ્મિકી સમાજના ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ લાલજી ભગત , પ્રદેશ ઉપપ્રમુખ દિપક સોલંકી ને ખૂબ મોટી સફળતા મળે અને આવનાર સમયમાં લાલજી ભગત અને દિપક સોલંકી ખૂબ ઊંચાઈઓના શિખરે ચડે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલજી ભગત, અને દિપક સોલંકી સાથે તમામ ટીમને આવકારી હતી અને તમામને શુભેચ્છાઓ પાઠવી હતી આ મીટીંગ ગુજરાત પ્રદેશ સંત સમિતિ ઉપપ્રમુખ આઇ સી વાઘેલા વડોદરા, સાબરકાંઠા પ્રમુખ આર કે વાઘેલા કોકરોલ હિંમતનગર, સંદીપભાઈ સોલંકી રડોદરા,કિરણભાઈ સોલંકી માલપુર, રંગાભાઈ સોલંકી માલપુર,દિનેશ રાઠોડ હિંમતનગર થી હાજર રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ