વડોદરાના વિવિધ વિસ્તારોમાં MGVCL ટીમે દરોડા પાડ્યા
વડોદરા, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-19 ફેબ્રુઆરી 2025ના રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના સિટી સર્કલ હેઠળ આવતા વિશ્વામિત્ર ઈસ્ટ અને લાલબાગ વિભાગીય કચેરીના અનેક વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી કરતા લોકો
Mgvcl


વડોદરા, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-19 ફેબ્રુઆરી 2025ના રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના સિટી સર્કલ હેઠળ આવતા વિશ્વામિત્ર ઈસ્ટ અને લાલબાગ વિભાગીય કચેરીના અનેક વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરોડામાં માંડવી, પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના ભદ્ર કચેરી, મહાવત ફળિયા, મીઠા ફળિયા સરસીયા તળાવ, યાકુતપુરા, શેખ ફરીદ મોહલ્લા, મટન માર્કેટ, કહાર‌ મોહલ્લા, બાવામાનપુરા, રામનાથ ચોક, હાથી ખાના જેવા વિસ્તારોમાં કુલ 1090 વીજ જોડાણની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 43 વીજ જોડાણમાં વીજ ચોરીના અને 13 કિસ્સામાં ગેરરીતિના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 35.35 લાખ રૂપિયાનું પુરવણી બિલ બનશે તેવું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande