અંબાજી,19 ફેબ્રુઆરી (હિ. સ). અંબાજી ખાતે ગબબર પર્વત પર, વિશ્વ માં પ્રથમ વાર 51 શક્તિપીઠ ની આબેહૂબ પ્રતિકૃતિ ના મંદિરો બનાવવાનું અમોને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના મુખ્ય સેવક (અધ્યક્ષ ) તરીકે પવિત્ર તક મળી.. આ બાબતના મુખ્ય પ્રણેતા માન. નરેન્દ્ર ભાઈ મોદી હતા. 2009 માં અંબાજી ખાતે પ્રાતઃ કાળે સાધના દરમ્યાન સ્ફૂરણા થઇ, ચર્ચા થઇ તાકીદે સ્થળો જોવાનું આયોજન થયું.. બધી માહિતી, ફોટોગ્રાફ વિડિઓ એકત્ર કરાયા.
પ્રખ્યાત સ્થ પતિ સોમપુરા જીએ ડિઝાઇન તૈયાર કરેલી મોદી ખુબ જ રસ લઈને અમોને સતત માર્ગદર્શન આપેલ. અહીં શ્રી માતાજીના શરીર ના એકાવન અંગો ના મંદિરો છે તેથી ધરતી પરની આ પવિત્ર જગ્યાએ થી માનવ વિકાસ સૂચકાક નો સહિયારો સંકલ્પ લેવાય કે જેમાં આપણું રાજ્ય અને દેશ ખુબ જ પાછળ છે અરે બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા પણ પાછળ છે તેથી ભક્તિ સાથે શ્રી માતાજી ની સપ્ત આજ્ઞાઓં અને ભક્તોના સપ્ત સંકલ્પો તરીકે પુનમીયા સંઘો અને આ સંકલ્પો સમજી શક્યા છે તેવા માઈ ભક્તોને માતાજી નું હેતનું તેડું કરી ને આ વાતો રજૂ રાખીએ તો અદભુત પરિણામો મળી શકે તેમ છે.. સવિનય જણાવવાનું કે 2009 થી 2011 દરમ્યાન શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ટીમ અંબાજીએ શ્રી માતાજી ની સપ્ત આજ્ઞાનો ભાદરવી પૂનમ દરમ્યાન પગપાળા શ્રી માતાજીને પોતાને ઘેર પધારવા વિનંતી કરવા આવતા ભક્તો ને આ સપ્ત આજ્ઞા ની સમજણ આપી, સપ્ત સંકલ્પો છાપીને 5 લાખ થી વધુ ભક્તોએ આ લેખિત સંકલ્પ પત્ર પ્રવમ સહી કરી શ્રી માતાજીની આજ્ઞાનું પાલન કરવાનો સંકલ્પ લીધેલો જેનો ખુબજ પ્રભાવ પડેલો...... શ્રી માતાજી ને સમાજમાં જે દુષણ છે તે દૂર કરી પર્યાવરણ સંવર્ધન, કુપોષણ દૂર કરવા, વોટર મેનેજમેન્ટ, મહિલા ઉદ્ધાર, સ્ત્રી ભ્રુણ હત્યા, દીકરી ના શિક્ષણ વગેરે બાબતો અંગે દિવ્ય શક્તિ માટે પ્રાર્થના થયેલી. અને અદભુત પરિણામો પ્રાપ્ત થયેલ. પ્રિય ભક્તો, આ ટ્રસ્ટ અને અન્ય ટ્રસ્ટો, તથા સ્થાનિક આગેવાન ભક્તો સાથે સંકલન કરી આવતા વર્ષે ભાદરવી પૂનમ દરમ્યાન,,આ નાવી ન્ય પૂર્ણ બાબતો ને ફરીથી ઉજાગર કરીએ............. આર જે પટેલ આઈ એ એસ પૂર્વ અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને પૂર્વ કલેકટર. બનાસ કાંઠા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ