વલસાડ, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની યોજનામાં યુનિટ બનાવવા માટે સહાય હેઠળ પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે આવેલા હસતા ફૂલ સ્વ સહાય જૂથ સખીમંડળની સ્થળ ચકાસણી હેમાક્ષીબેન ટંડેલ એટીએમ પારડી, વિસ્તરણ અધિકારી જયમીનભાઈ ટંડેલ અને પ્રાકૃતિક ખેતીના પારડી તાલુકાના સંયોજક રોહિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઘન જીવામૃત બનાવવા માટે 200 ચોરસ ફૂટનું સિમેન્ટ કોંક્રિટનું પાકુ સ્ટ્રક્ચર, જીવામૃત બનાવવા માટે 5000 લીટરની ક્ષમતા ધરાવતા ટાંકા અને જરૂરી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે