•ગટરના પાણીની પમ્પિંગ સ્ટેશનની મોટરો આમા ચેંજ થશે-ચીફ ઓફિસર
પાટણ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન(GUDM) ની ગ્રાન્ટ અંતર્ગત સિદ્ધપુર નગર પાલિકાને વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવીન પમ્પિંગ મશીનરી માટે રૂ.3.56 કરોડની ગ્રાન્ડ મંજુર કરાઈ હતી.આ પમ્પિંગ મશીનરી દ્રારા લોકોને પીવાનુ શુદ્ધ પાણી તો મળી રહેશે સાથે સાથે ગટરના પાણીની પમ્પિંગ સ્ટેશનની મોટરો આમા જ ચેંજ થશે એવુ પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યુ હતુ. આ ઉપરાંત જુની પમ્પિંગ મશીનરીની કાર્યદક્ષતામા ઘટાડો થયો હોવાથી નવીન પમ્પિંગ મશીનરી થી પાણીનો આઉટ સ્રોત વધી શકે તે માટે તેમજ ઉનાળાની ઋતુને અનુલક્ષીને પાણીની અછત ન વર્તાય તેને ધ્યાનમાં રાખીને બોરવેલના પાણી પમ્પિંગ કરીને વધુ મેળવી શકાય તે હેતુ થી નવીન પમ્પિંગ મશીન બોરવેલમા ઉતારાશે જેનાથી હાલમા 3 MLD પાણીનો સ્રોત આવે છે ત્યારે 3 MLD થી વધારે માત્રામા અને શુદ્ધ પાણીનો સ્રોત મળી રહેશે તેમજ ડ્રેનેજ ની પમ્પિંગ કેપેસિટી વધશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર