મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.). ડૉ. આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કૉલેજ, ઊંઝા ખાતે સપ્તધારા અંતર્ગત “ભારતીય વિજ્ઞાનના અનામી તારલા” વિષય ઉપર ભારતના વૈજ્ઞાનિકોની વૈશ્વિક ગૌરવગાથા વિષે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૫ વિધાર્થી ભાઈ બહેનો સહિત સમગ્ર સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.
મુખ્ય વકતા તરીકે ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો ડો. પંકજ એન ગજ્જરે ઉપસ્થિત રહી ભારતના વૈજ્ઞાનિકોની જ્વલંત સંશોધન સિદ્ધિઓની રસપ્રદ માહીતી આપી હતી. કાર્યક્ર્મની શરુઆત કુ ખ્યાતિ પટેલએ પ્રાર્થનાથી કરી હતી. આચાર્ય ડો. જગદીશ એચ પ્રજાપતિએ પ્રો ડો. પી. એન ગજ્જરનું શાલ ઓઢાડી સ્વાગત અને પરીચય કરાવ્યો હતો. ભૌતિકશાસ્ત્રના અધ્યક્ષ પ્રા ડો જયંતી એમ ચૌધરીએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ડો. પી.એન ગજ્જર દ્વારા આઝાદીના પહેલા ૧૮૫૭માં કેવી રીતે દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી, જુદા જુદા વૈજ્ઞાનિકો જેવા કે એસ.એસ. ભટનાગર, કમલા સુહાની, દામોદર કોસંબી, અસીમા ચેટર્જી, કમલ રનડીવે, ડો પી.સી. રોય, ડો સીએનઆર રાવ, ડો એમ એસ સ્વામીનાથન, ડો વિક્રમ સારાભાઈ, ડો અબ્દુલ કલામ, આનંદીબાઈ ગોપાલ જોશી, બિભા ચૌધરી, અશોક સેન, રાજા રામન્ના, ઇ કે જાનકી વિમલા, એ.કે. સિંગવી, દીપક ધાર, અભિજિતસેન, જી. ડી. નાયડુ, વર્ગીસ કુરિયન, જગદીશચંદ્ર બોઝ, ડો હોમી ભાભા, ત્રિભોવદાસ ગજ્જર, ડો સી.વી. રામન, શંકર આબાજીભીસે, એમ. વિસ્વેસ્વરૈયા, ચંદ્રકુમાર પટેલ, ડૉ. સુભાષ મુખોપાધ્યાય, એસ.એન. બોઝ, એમ.એન. સહા, અન્ના મણી, રામાનુજન, વગેરે ભારતી યનામી-અનામી વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનમાં કરેલ વૈશ્વિક સંશોધન, ઉપયોગીતાઓ અને યોગદાન વિશે રસપ્રદ જાણકારી આપી હતી. જ્ઞાનધારા અને ઉદીશા અંતર્ગત પ્રા ડો ઉપેન્દ્રભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું. પ્રા ડો કે એમ જોશી, પ્રા ડો હસમુખ જોશી, પ્રા મહેશ ચૌધરીએ આયોજનમાં યશસ્વી યોગદાન આપ્યું હતું. સભાસંચાલન સેમ-૬ની વિદ્યાર્થિની કુ. આયુષી લીંબાચિયાએ અને આભારવિધિ પ્રા. ડૉ. ચિત્રાબેન શુક્લાએ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ