પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ શહેરમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષની સગીરા ગુમ થઈ ગઈ છે. સગીરાની માતા ભાડાના મકાનમાં રહે છે. તેમના પ્રથમ પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું, અને પ્રથમ લગ્નમાંથી બે દીકરીઓ છે. ત્યારબાદ, તેમણે પાટણમાં રહેતા એક વ્યક્તિ સાથે બીજું લગ્ન કર્યા હતા, જેમાંથી બે નાના બાળકો છે.
સગીરા ચાર દિવસ પહેલા મામાના ઘેરેથી બપોરે પાટણ આવી હતી. ત્યારબાદ તે ઘરેથી કામ પર જવાનો કહીને નીકળી હતી. પરંતુ, તે ઘર પર પાછી ન ફરતા, તેની માતાએ તેની શોધખોળ શરૂ કરી. ન મળી આવતા, તેમણે અપહરણની આશંકામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સગીરા ક્યાં છે, તેની બાબતની તપાસ કરાતી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર