અંબાજીમાં 51 શક્તિ પીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી બનશે અંડર પાસ
•શકિતપીઠ અંબાજી માં વિવિધ તબક્કાઓર્મો અંબાજી નગર ની કાયાપલટ કરાશે અંબાજી,20 ફેબ્રુઆરી (હિ. સ). શક્તિ પીઠ અંબાજીની કાયાકલ્પ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રથમ ફેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. તીર્થધામના વિકાસ માટે વિવિધ તબક્કામા
Ambaji ni thashe kaya palat vikas shru


•શકિતપીઠ અંબાજી માં વિવિધ તબક્કાઓર્મો અંબાજી નગર ની કાયાપલટ કરાશે

અંબાજી,20 ફેબ્રુઆરી (હિ. સ). શક્તિ પીઠ અંબાજીની કાયાકલ્પ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રથમ ફેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. તીર્થધામના વિકાસ માટે વિવિધ તબક્કામાં કામગીરી પૂર્ણ કરાશે. જેમાં 51 શક્તિ પીઠ સર્કલથી ગબ્બર તરફ સંસ્કૃત પાઠ શાળા સર્કલ સુધી અંડર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર કામગીરી પ્રસિદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં વિવિધ પાંચ જેટલા તબક્કાઓમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે પ્રથમ તબક્કાની કામગીરીમાં ગબ્બર શક્તિ કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 51 શક્તિ પીઠ સર્કલથી અંડર પાસ બનશે. શક્તિદ્વારથી ગબ્બર સુધી કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. ખાસ કરીને ભોજનાલય, વિશ્રામ ગૃહ સહિતના બાંધકામ ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજા ફેજમાં શક્તિ દ્વારથી હોલિ ડે હોમ સુધી દર્શની ચોક અને હોલિ ડે હોમ થી ગબ્બર રોપ-વે વચ્ચે વિવિઘ આકર્ષણો સાથે સતી સરોવર પણ બનાવાશે. અન્ય તબક્કામાં મંદિર ચોક વિસ્તૃતિકરણ બાદ અંબાજીના આંતરિક રસ્તા આવરી લેવાશે તેવી માહીતી સાંપડી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande