કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત 9.41 લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ અપાયો: મંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત કેટલાં નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે તે સંદર્ભમાં જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ કા
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ


ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત કેટલાં નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે તે સંદર્ભમાં જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સેવાસેતુ કાર્યક્રમના કુલ 10 તબક્કા યોજાયા છે. જેમાં કચ્છ જિલ્લામાં 941848 લાભાર્થીઓએ આ સેવાઓનો લાભ લીધો છે.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને આપવામાં આવતી સેવાઓ વિશે પૂછેલા પેટા પ્રશ્નનોના ઉત્તરમાં મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા વિભાગ, મહેસૂલ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ તથા અન્ય વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.

સેવાસેતુ કાર્યક્રમમાં પ્રજાની આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃધ્ધ નિરાધાર સહાય યોજના, લર્નીંગ લાયસન્સ, સાતબાર/ આઠ-અના પ્રમાણપત્રો, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.એમ.જેમાં અરજી,લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande