મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રી નાનાવાડા વિસ્તાર કેળવણી મડળ નાનાવાડા સંચાલીત શ્રી એન પી પટેલ હાઈસ્કૂલ અને શ્રી બી જે પંચાલ ઉ માં વી નાનાવાડા માં આજ રોજ ધોરણ 10 અને 12 ના વિદાય સન્માન સમારભ કેળવણી મડળ ના પ્રમુખ શ્રી ડી જે પટેલ ના અધ્યક્ષ સથાને યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યા માં વિધ્ધ્યાર્થીઓ વાલીઓ કેળવણી મડળના સદસ્યશ્રીઑ તેમજ આજુ બાજુના હાઈસ્કૂલ ના આચાર્ય અને ગ્રામજાનો હાજર રહ્યા શાળા માથી ગુજરાત માધ્યમિક અને ઉ માં શિક્ષણ બોર્ડ ની પરીક્ષા આપવા જતાં વિધાર્થીઓને વડીલો દ્વરા શુભેચ્છાઑ વ્યક્ત કરી શાળા /પરીવાર/ગામ અને વિસ્તાર નું નામ રોશન કરવા માટે ઉપદેશઆપવામાં આવ્યો .શાળાના પુર્વ વિધાર્થી જયેશભાઈ પટેલ ટીસ્કી હાઈસ્કૂલ ના આચાર્ય. અશોકભાઈ પટેલ તથા નરેશભાઇ તરાર રીંછવાડ દ્વારા શાળાની રીત રસમ અને વર્ષો જૂની પરંપરા ને યાદ કરી જુના સંસ્મરણો તાજા કર્યા હતા. સમગ્ર કાર્યક્રામનું સંચાલન ડ્રૉ મેઘનાબેન મોદી અને આભાર વિધી કનુભાઈ બી પટેલ દ્વારા કરવામાં આવી શાળાના આચાર્ય અશોકભાઈ એ હાજર સોને કાર્યક્રમ સફળ બનાવવા બદલ શાળા પરીવાર અને વાલોઓને મહેમાનોને શુભેચ્છાઑ સાથે અભિનદનની વર્ષા કરી વદન કર્યા સમૂહ ભોજન સાથે સમગ્ર કારક્રમ ખુબજ સરાહનીય રહ્યો
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ