અમદાવાદમાં રસ્તા પર ગેસ લીકેજ થતાં લાગી આગ
અમદાવાદ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-અમદાવાદ શહેરમાં અસારવા વિસ્તારમાં યુ એન મેહતા હોસ્પિટલ પાસે અદાણીની ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જાહેર ભરચક રસ્તા પર અચાનક જ આગ લાગવાની ઘટના બનતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના આ અકસ્માત
અમદાવાદમાં રસ્તા પર ગેસ લીકેજ થતાં લાગી આગ


અમદાવાદ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-અમદાવાદ શહેરમાં અસારવા વિસ્તારમાં યુ એન મેહતા હોસ્પિટલ પાસે અદાણીની ગેસ પાઇપલાઇનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જાહેર ભરચક રસ્તા પર અચાનક જ આગ લાગવાની ઘટના બનતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ લાગવાના આ અકસ્માતમાં ત્રણ જેટલી ગાડીઓ તેમજ અન્ય સાધનો ઘટના સ્થળે હાજર હતા. આ સમગ્ર મામલાની જાણ થતાં જ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખોદકામ કરતાં ગેસ લીકેજ થઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. જો કે ફાયર ફાઈટરોની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને વિકરાળ થતાં અટકાવી તઆગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનિહાનિના સમાચાર નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande