ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.). વિના મૂલ્યે108મો શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવેઘ જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડો.અલ્કેશભાઇએ 220 દર્દી તપાસીને 57 દર્દીને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલા હતા તેમજ ડો.રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબ પ્રાચી 70 દર્દીને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી હમીરભાઇ હાર્ડવૈઘ એ 30 દર્દીને વિનામૂલ્યે હાથ પગ સાંધાના દુખાવાના મસાજ કરી આપેલા હતા આ કેમ્પના દાતા લખમણભાઇ ચાડેરા અમરાપુર તરફથી સૌના માટે સાદા ભોજન પ્રસાદ તથા ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પને સફળ બનાવવા ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ પ્રાચી ના સેવાભાવિ ભાઈબહેનો દ્વારા જહેમત ઉઠાવી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ