પાટણના 1280મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ શહેરના 1280મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીની શરૂઆત કાલિકા માતાજી મંદિરથી શોભાયાત્રાના આયોજનથી થઈ હતી. નગરપાલિકા, રાજપૂત સમાજ અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી આયોજિત આ યાત્રાને કલેક્ટર અરવિંદ વિજયન, પાલિકા પ્રમુખ હિરલ
પાટણના 1280મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી


પાટણના 1280મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી


પાટણના 1280મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ શહેરના 1280મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીની શરૂઆત કાલિકા માતાજી મંદિરથી શોભાયાત્રાના આયોજનથી થઈ હતી. નગરપાલિકા, રાજપૂત સમાજ અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી આયોજિત આ યાત્રાને કલેક્ટર અરવિંદ વિજયન, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને એસપી વી.કે. નાઈએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં 15 ઘોડેસવાર, 5 ટેબ્લો, સિદ્ધી ધમાલ નૃત્ય, અને આદિવાસી નૃત્ય સહિત નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ, નગરસેવકો અને વિવિધ સમાજના આગેવાનો પણ જોડાયા હતા.

યાત્રા રતનપોળ, ત્રણ દરવાજા અને હિંગળાચાચરથી પસાર થઈને બગવાડા ખાતે પહોંચી. માર્ગમાં વેપારીઓએ સ્વાગત કર્યું અને સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી. રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવારબાજીનું પ્રદર્શન પણ થયું હતું. યાત્રાની બે બગીઓમાં રાજવીઓ અને નગરપાલિકા પ્રમુખ બિરાજમાન હતા.

આ શોભાયાત્રાને યતીન ગાંધી, મદારસિંહ ગોહિલ અને મહાસુખભાઈ મોદીની આગેવાનીમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી. ત્યારબાદ રાણકીવાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ દિવસે ઓસમાન મીર અને અપેક્ષા પંડ્યાનો સંગીત કાર્યક્રમ અને બીજા દિવસે લોકગાયક અનિરુદ્ધ આહીરનો કાર્યક્રમ યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande