ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે વર્ષ 2025 - 26 માટેનું અંદાજપત્ર વિધાનસભા ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ 2047માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે.
રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹ 255 કરોડની જોગવાઇ.
ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં કલાઇમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત કલાઇમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે ₹ 25 કરોડની જોગવાઇ.
ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹ 12 કરોડની જોગવાઇ.
ટ્રાયબલ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓ તથા સરકારી છાત્રાલયોમાં સોલાર વોટર હિટીંગ સિસ્ટમ બેસાડવા માટે આયોજન.
રાજ્યના નાગરિકોમાં મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા માટે ₹ 33 કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” મંત્રને કેન્દ્રમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં નાગરિકોના “સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક” (Living Well & Earning Well) સાથે ગુજરાત વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા વિકસિત ગુજરાત 2047ના રોડ મેપ પર આગળ વધી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ