ગુજરાત સરકારના બજેટને ધારાસભ્ય મોઢવાડીયાએ આવકાર્યું
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલ વર્ષ 2025-26 નું બજેટ પોરબંદર માટે અનેક રીતે ઐતિહાસીક બની રહ્યું છે. માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજરોજ વિધાનસભામાં રજૂ કરેલ બજેટ પ્રવચન (સ્પીચ) 2025
ગુજરાત સરકારના બજેટને ધારાસભ્ય મોઢવાડીયાએ આવકાર્યું


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલ વર્ષ 2025-26 નું બજેટ પોરબંદર માટે અનેક રીતે ઐતિહાસીક બની રહ્યું છે. માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજરોજ વિધાનસભામાં રજૂ કરેલ બજેટ પ્રવચન (સ્પીચ) 2025-2026માં ઈતિહાસમાં પહેલી વખત પોરબંદરનો 10 વખત ઉલ્લેખ કરીને વિવિધ વિભાગો હેઠળ કરોડોની રકમ ફાળવણી કરવાની જાહેરાત કરી છે.

બજેટમાં પોરબંદરને લગતી કરવામાં આવેલ મહત્વપુર્ણ જાહેરાતોને આવકારતા ધારાસભ્યઅર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના વિકાસ માટે ગુજરાત સરકારના બજેટમાં અનેક મહત્વપુર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ આરોગ્ય ક્ષેત્રે પોરબંદરની જનતાને મોટી ભેટ આપતા કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન જવુ પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે પોરબંદર ઉપરાંત વલસાડ, ગોધરા, હિંમતનગરમાં કેન્સરની સારવાર શરૂ કરવા માટે રૂપિયા 198 કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત પોરબંદર અને આસપાસના જિલ્લાઓના કેન્સરના દર્દીઓને ઘર આંગણે સારવાર મળે તે માટે પોરબંદર GMERS મેડીકલ હોસ્પિટલ ખાતે નવો કેન્સર વિભાગ શરૂ કરવામાં આવશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં ગ્રંથાલયો તૈયાર કરવા માટે રૂપિયા 138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી પોરબંદર ખાતે જિલ્લા કક્ષાનું ગ્રાંથાલય તેમજ કૃતિયાણા અને રાણાવાવ ખાતે તાલુકા કક્ષાના ગ્રંથાલયો બનાવવામાં આવશે.અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે બજેટમાં એરપોર્ટના વિસ્તરણ માટે રૂપિયા 210 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાંથી પોરબંદર એરપોર્ટ ઉપર મોટા હવાઈ જહાજ-પ્લેન લેન્ડ થઈ શકે તે માટે રન-વે ની લંબાઈ જે અત્યારે 1300 મીટર છે તે વધારીને 2650 મીટર કરવામાં આવશે, તેમજ એરપોર્ટનો વિકાસ કરીને આધુનિક એરપોર્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત બજેટમાં ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા રૂપિયા 23 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ કેન્દ્ર ગીર ગાય સહિતના પશુધનની ટેકનોલોજીની મદદથી ઉત્તમ ઓલાદના નંદીના અને ઉત્તમ ઓલાદની ગાયોના અંડનું બાહ્ય ફલીનીકરણ કરીને ઉત્તમ ઓલાદની વાછડીઓનો જન્મ કરાવીને દુધ ઉત્પાદન વધારવાની સાથે રખડતા પશુઓની સમસ્યાનો પણ ઉકેલ લવાશે. જેનાથી પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પશુપાલકોને ફાયદો થશે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે બજેટમાં પોરબંદર સહિતના સ્થળોએ નવા મહેસુલી ભવન સહિતની કચેરીઓના બાંધકામ માટે રૂપિયા 66 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદરમાં મહેસુલી ભવનની કચેરીઓ એક જ ભવનમાં સમાવવા નવું મહેસુલ ભવન બનાવાશે તથા પોરબંદરમાં જુદા જુદા સરકારી વિભાગોની કચેરી માટે જિલ્લા સેવા સદનમાં વધારાના માળનું બાંધકામ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના નોટીફાઈડ 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માણખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે રૂપિયા 353 કરોડની જોગવાઈ, ડીઝલ સબસીડી ચુકવવા માટે રૂપિયા 350 કરોડની જોગવાઈ, દરીયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ અન્ય બાબતો માટે રૂપિયા 144 કરોડ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે રૂપિયા 62 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ પોરબંદર જિલ્લાના માછીમારોને પણ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande