રંગબાઈ નજીક ટ્રીપલ અકસ્માતમાં એક નું મોત
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર માધવપુર રોડ બુધવારની રાત્રીના ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક કારે બીજી કારને પાછળથી જોરદાર ઠોકર મારતા સામેથી આવતી એસટી બસ સાથે કાર અથડતા વૃધ્ધાનુ મોત થયુ હતુ જયારે તેમનો પુત્ર ઇજાગ્રસ્ત બન્યો હતો. આ બના
One killed in triple accident near Rangbai.


One killed in triple accident near Rangbai.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર માધવપુર રોડ બુધવારની રાત્રીના ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક કારે બીજી કારને પાછળથી જોરદાર ઠોકર મારતા સામેથી આવતી એસટી બસ સાથે કાર અથડતા વૃધ્ધાનુ મોત થયુ હતુ જયારે તેમનો પુત્ર ઇજાગ્રસ્ત બન્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અશ્વિન બાંમણીયા અને તેમના માતા વિજયાબેન અલ્ટો કાર લઇ અને રંગબાઇ માતાજીના મંદિર પાસેથી પસાર થતાં હતા તે દરમ્યાન સ્વિફટ કારનં જી.જે.11 એ. એસ.8889ના ચાલક રામ જગદીશભાઇ ગોરાણીયાએ પોતાની કાર બે ફીકરાઇથી ચલાવી અને અલ્ટોકારને ઠોકર મારતા તે કાર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કારમાં રહેલા વિજયાબેન બાંમણીયાને ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત થયુ હતુ જયારે અશ્વિનભાઇ બાંમણીયાને પણ ઇજા પહોંચી હતી આ અકસ્માતની ઘટનામાં એસટી બસના ચાલક કેશુભાઈ એભાભાઇ ઓડેદરા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં કારના ચાલક રામ જગદીશભાઈ ગોરાણીયા સામે ફરીયાદ નોંધવાત પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande