સુરત નજીક ફાર્મમાં ચાલતી દારૂ-શબાબ પાર્ટી પર દરોડો, 6.37 લાખ રૂપિયાનો માલ જપ્ત
સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા વિસ્તારમાંથી ફરી એકવાર ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાય છે. મહેફિલ એવી કે ભાઈએ ભાઈના લગ્ન નિમિતે પાર્ટી ગોઠવી હતી. રાત્રે જ લગ્ન હતા. પરંતુ લગ્નને બદલે પોલીસ મથક જવું પડ્યું હતું.
Arrest


સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા વિસ્તારમાંથી ફરી એકવાર ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાય છે. મહેફિલ એવી કે ભાઈએ ભાઈના લગ્ન નિમિતે પાર્ટી ગોઠવી હતી. રાત્રે જ લગ્ન હતા. પરંતુ લગ્નને બદલે પોલીસ મથક જવું પડ્યું હતું. કડોદરા નજીક ચલથાણ ગામે લગ્ન પ્રસંગ નિમિત્તે આયોજિત દારૂની મહેફિલમાં કડોદરા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. આખરે ઘટનાએ હતી કે, સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ નંદ ચોક ટ્વીન ટાવરમાં રહેતા પંકજભાઈ ઓઢવભાઈ લાઠીયાના ભાઈના રાત્રે લગ્ન હતા. એ લગ્ન પ્રસંગ નિમિત્તે તેમણે અન્ય તેઓના મિત્રોને દારૂની મહેફિલ માટે આયોજન કર્યું હતું.

ભાઈના લગ્ન પ્રસંગ હોય મહેફિલ માટે દારૂ તો મંગાવ્યો પણ સાથે સાથે શરીર સુખ માણવા માટે ત્રણ જેટલી લાલનાઓ પણ બોલાવી હતી. બાતમી આધારે કડોદરા પોલીસે રેડ કરતા મહેફિલ માણનારા કુલ 12 જેટલા ઈસમોની પોલીસે અટકાયત કરી હતી. સાથે જ તમામને પોલીસે પોલીસ મથકે લાવી પૂછતા જ કરતા મહેફીલ માણવા માટે દારૂ સુરતના મોટા વરાછા શિવધારા સોસાયટીમાં રહેતા અલ્પેશ નામના વ્યક્તિ પાસે વિદેશી દારૂ મંગાવ્યો હતો. સુરત ખાતે રહેતા રવિ નામના સંપર્ક કરીને દસ-દસ હજાર રૂપિયાના નક્કી કરી ત્રણ જેટલી લલના પણ રવિ મારફત ચલઠાણ ખાતે ફાર્મ હાઉસ પર મોકલવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ ઉપરથી જ ફાર્મ હાઉસ માંથી એક કાર, 11 જેટલા મોબાઈલ તેમજ વિદેશી દારૂ મળી 6.37 લાખનો મુદ્દા માલ મુદ્દા માલ કબજે કર્યો હતો. અને તેમજ શરીર સુખ માણવા માટે બોલાવવામાં આવેલના ત્રણ જેટલી લલના પોલીસે તબીબી પરીક્ષણ માટે મોકલી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલા તમામના નામ:

1. મેહુલ ભગવતી શર્મા ( રહે, માઇલસ્ટોન કોમ્પ્લેક્સ ,ગાંધીરોડ, બારડોલી )

2. કશ્યપ દુશ્યપ પટેલ ( રહે , જનતા નગર , બારડોલી )

3. ઝુંબેર નિઝામ બેલીમ ( રહે , ચાણક્ય પુરી , બારડોલી )

4. ઇરફાન અબ્દુલ કુરેશી ( રહે , ભાવનગર )

5. ઉવેશ રઝાક ઇન્ડોરવાળા ( રહે , ભાવનગર , શિશુ વિહાર સર્કલ )

6. અમન રઝાકહુસેન શેખ ( રહે , ભાવનગર , ઝાપા બજાર , બુરહાની પેલેસ )

7. પંકજ ઓઢવજી લાઠીયા ( રહે , ટ્વીન ટાવર , નંદ ચોક , મોટા વરાછા )

8. આશિષ રાણાભાઈ ઠુમમર ( રહે , મોહનદીપ સોસાયટી , કતારગામ )

9. કલ્પેશ નરસિંહ નાયાણી ( રહે , બ્રહ્મલોક રેસિડેન્સી , ડભોલી ગામ )

10. અલ્પેશ ( રહે , શિવધારા સોસાયટી , મોટા વરાછા )

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande