નવી દિલ્હી,20 ફેબ્રુઆરી (હિ.સ.) દિલ્હીના શાલીમાર બાગથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય રેખા ગુપ્તાએ આજે દિલ્હીના નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીના રામલીલા મેદાનમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તેમને શપથ લેવડાવ્યા. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં પાછી આવી છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ઘણા કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. રેખા ગુપ્તા પછી, લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ અનુક્રમે પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર સિંહ ઇન્દ્રજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહને મંત્રીપદના શપથ લેવડાવ્યા.
હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ