બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે બારડોલીથી ૦૪ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા
સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે બારડોલીની ખાઉધરા ગલી તરીકે પ્રખ્યાત વિસ્તારમાં પાલિકા બજાર શોપિંગ સેન્ટર અને અભિલાષા બિલ્ડિંગ ખાતે રેડ પાડી 04 તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેમાંથી 01 તરૂણ જોખમી વ્
બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે બારડોલીથી ૦૪ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા


સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે બારડોલીની ખાઉધરા ગલી તરીકે પ્રખ્યાત વિસ્તારમાં પાલિકા બજાર શોપિંગ સેન્ટર અને અભિલાષા બિલ્ડિંગ ખાતે રેડ પાડી 04 તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેમાંથી 01 તરૂણ જોખમી વ્યવસાયમાં કામ કરતો હતો. આ તરૂણ શ્રમિકો ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી કામ અર્થે સુરતમાં આવ્યા હતા. જેમને બાળ સુરક્ષા યુનિટ દ્વારા રેસ્ક્યુ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ખાતે પુનર્વસન અર્થે મોકલવામાં આવ્યા હતા.

સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીએ બાળ સુરક્ષા યુનિટ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ-(સુરત ગ્રામ્ય), જિ.આરોગ્ય અધિકારીની કચેરી સહિતના વિભાગો સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. તરૂણ શ્રમિકોને કામ પર રાખતી કુલ 03 સંસ્થાઓને શ્રમ અધિકારી ડૉ. જી.વી.સવાણી દ્વારા નિયમનની નોટિસ પાઠવવામાં આવી હોવાનું નાયબ શ્રમ આયુક્ત કચેરી,સુરતની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande