સિધ્ધપુરમાં અન્નપૂર્ણા માતાનો 53 મો પાટોત્સવ યોજાયો
પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). સિધ્ધપુરમા વેદવાડાના મ્હાઢમાં બિરાજમાન રાજ રાજેશ્વરી શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે જ્યા છેલ્લા 53 વર્ષથી માઁ અન્નપૂર્ણા માતાજીના મંદિરે હોમાત્મક નવચંડી યજ્ઞ કરી માતાજીનો પાટોત્સવ યોજવામાં આવે છે. અન્નપૂર્ણા યુવક
સિધ્ધપુરમાં અન્નપૂર્ણા માતાનો 53 મો પાટોત્સવ યોજાયો


પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). સિધ્ધપુરમા વેદવાડાના મ્હાઢમાં બિરાજમાન રાજ રાજેશ્વરી શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે જ્યા છેલ્લા 53 વર્ષથી માઁ અન્નપૂર્ણા માતાજીના મંદિરે હોમાત્મક નવચંડી યજ્ઞ કરી માતાજીનો પાટોત્સવ યોજવામાં આવે છે. અન્નપૂર્ણા યુવક મંડળ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવતું હોય છે જેમા સવારે નવચંડી યજ્ઞની શરૂઆત કરવામા આવે છે અને સાંજે છ વાગે પુર્ણાવતી થાય છે ત્યારબાદ માતાજીનો થાળ ધરાવી ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે અને આ ભોજનનો લાભ આખી પોળના દરેક પરિવાર સાથે મળીને ગ્રહણ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande