મનપા દ્વારા શહેરમાં ફરી ડીમોલેશનની કામગીરી શરૂ કરાઇ
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર મહાનગર બન્યા બાદ શહેરીજનોની મુશ્કેલી વધી હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. વેરામાં વધારો કરવા ઉપરાંત નાના અને જરૂરીયાતમંદ પરિવારની પેશકદમી લઇ અને ડીમલીશનની કામગીરી કરવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો
The Municipal Corporation has resumed demolition work in the city.


The Municipal Corporation has resumed demolition work in the city.


The Municipal Corporation has resumed demolition work in the city.


The Municipal Corporation has resumed demolition work in the city.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર મહાનગર બન્યા બાદ શહેરીજનોની મુશ્કેલી વધી હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. વેરામાં વધારો કરવા ઉપરાંત નાના અને જરૂરીયાતમંદ પરિવારની પેશકદમી લઇ અને ડીમલીશનની કામગીરી કરવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે .આજે મનપાને ફરી સુરાતન ચડ્યુ હોય તેમ ડીમોલીશનની કામગીરી શરૂ કરી હતી છાયાચોકીથી પંચાયત ચોકી સુધીના વિસ્તારમાં દુકાનો અને મકાનોના ઓટલા તોડવા માટે મસ મોટું બુલડોઝર લાવામાં આવ્યુ હતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી બુલડોઝરની મદદથી ઓટલા તોડવામાં આવતા દુકાનો અને મકાનોને નુકશાન થયુ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ડીમોલીશનની કામગીરી ને પગલે સ્થાનિક સુધરાઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયા સ્થળ પર દોડી આવ્યા હતા અને ડેપ્યુટી કમિશ્નર મનન ચર્તુવેદી ને એવી રજુઆત કરી હતી કે જે દુકાનદાર સ્વૈરછીક ઓટલાનુ દબાણ દુર કરે ત્યાં બુલડોઝર નહીં ફરવા જણાવ્યુ હતુ પરંતુ અધિકારીએ તેમની રજુઆત પણ ગણકારી ન હોવાનુ કહેવાય છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી ડેપ્યુટી કમિશ્નર મનન ચર્તુવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં એવુ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં છાયા ચોકીથી છાયા સુધીનો રસ્તો આઈકોનીક રોડ બનાવાનુ આયોજન ચાલી રહ્યુ તેના ભાગરૂપે આ કામગીરી ચાલી રહી છે. તો સ્થાનીકોએ એવુ જણાવ્યુ હતુ કે છાયા શહેરમાં મોટાપાયે પેશકદમી કરવામાં આવી છે તે મનપાને નજરે પડતી નથી અને સામાન્ય લોકોએ પોતાના દુકાન અને રહેણાંક મકાન નજીક નાના ઓટલા બનાવ્યા છે .તે તેમને નડતા હોય તેમ અહીં ડીમોલીશન કરવામાં આવી રહ્યુ છે.પોરબંદરમાં ડીમોલીશનની કામગીરી ને લઈ શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે .તો બીજી તરફ રાજકીય આગેવાનોએ ચુપકીદી સેવા લેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande