ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કુલ રૂ. 1238 કરોડથી વધુની રકમ વિવિધ વિભાગોને ફાળવાઈ : મંત્રી બલવંતસિંહ રાજપૂત
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોત્તરીકાળ અંતર્ગત રાજ્યમાં વર્ષ- 2024 દરમિયાન ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન માટે ચૂકવવામાં આવેલી સહાય અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગત વર
મંત્રી બળવંતસિંહ


ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોત્તરીકાળ અંતર્ગત રાજ્યમાં વર્ષ- 2024 દરમિયાન ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન માટે ચૂકવવામાં આવેલી સહાય અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગત વર્ષે રાજ્યમાં કુલ રૂ. 1238 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવવામાં આવી છે.

આ અંગે મંત્રી એ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ૭૫:૨૫ના રેશિયોમાં આ સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારના ગૃહવિભાગની સૂચનાથી બનેલી આંતર મંત્રીમંડળ કેન્દ્રીય ટીમ દ્વારા તા. 14/09/2024ના રોજ રજૂ કરાયેલા અહેવાલના આધારે તા. 31/12/2024ની સ્થિતિએ મળવાપાત્ર કુલ રૂ. 1315 કરોડની સામે કુલ રૂ. 1238.08 કરોડની ફાળવણી વિવિધ વિભાગોને કરી દેવામાં આવી છે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande