મધ્યપ્રદેશ બાદ હવે વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ 'છાવા' ગોવામાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતે આ જાહેરાત કરી હતી. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ 'છાવા' રાજ્યમાં કરમુક્ત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ મહાન છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી અને હિંમત દર્શાવે છે, જેમણે 'દેવ, દેશ અને ધર્મ' ના રક્ષણ માટે મુઘલો અને પોર્ટુગીઝ સામે લડ્યા હતા. તેમણે સત્તાવાર X હેન્ડલ પર લખ્યું, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન અને બલિદાન પર આધારિત ફિલ્મ 'છાવા' ગોવામાં કરમુક્ત થશે.
લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે રશ્મિકા મંદન્ના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા, વિનીત કુમાર, દિવ્યા દત્તા અને ડાયના પેન્ટી પણ છે. 'છાવા' ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. હવે જ્યારે તેને કરમુક્ત કરવામાં આવ્યું છે, ત્યારે વધુ દર્શકો થિયેટરોમાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ