પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.). જિલ્લા કલેકટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરી સભાખંડ પોરબંદર ખાતે સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી.કલેકટરએ સરકારી નાણાંની વસૂલાત, એ જી ઓડિટ વાંધાઓના નિકાલ,કચેરીમાં પેન્ડિંગ કાગળોનો નિકાલ, સરકારી કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, માહિતી માંગવાના અધિકાર અધિનિયમ હેઠળ મળેલ અરજીઓનો નિકાલ અંગેની માહિતી મેળવી અને સમીક્ષા કરી હતી અને જિલ્લાના શીર્ષ અધિકારીઓએને ઈ- સરકાર મહતમ ઉપયોગ કરવા માર્ગદર્શિત કર્યો હતાં.
વધુમાં કલેકટરએ મુખ્ય મંત્રી અપ્રેન્ટિસ યોજના અંતર્ગત નિમણૂંક આપવા અને મંત્રી ,સંસદસભ્ય અને ધારાસભ્ય રેફરન્સ પત્રોની સમયસર જવાબો કરવાં સબંધિત અધિકારીશ્રીઓ સૂચના આપી હતી.આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી મ્યુ. કમિશ્નર એચ વી પટેલ,નિવાસી અધિક કલેક્ટર જે બી વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા,નાયબ કલેકટર એન બી રાજપૂત,કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya