મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરેલા આ નશા મુક્ત ભારત અભિયાન રથ અંબાજી પહોંચ્યો... અંબાજી માં નગર પરિભ્રમણ કર્યું
અંબાજી,21ફેબ્રુઆરી (હિ. સ). ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત પણે રાજ્ય નહીં પણ દેશભરમાં નશા મુક્ત ભારત અભિયાન નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ
Ambaji ma nasha mukt bhatar abhiyan


અંબાજી,21ફેબ્રુઆરી (હિ. સ). ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત પણે રાજ્ય નહીં પણ દેશભરમાં નશા મુક્ત ભારત અભિયાન નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરેલા આ નશા મુક્ત ભારત અભિયાન રથ અંબાજી ખાતે આવી પહોંચતા બ્રહ્માકુમારીઝ દ્વારા આ રથ અંબાજી નગર પરિભ્રમણ કર્યું હતું. તેમજ જાહેર સ્થળોએ વ્યસન મુક્ત બનવા અને સાથે નશા ની નીંદરમાંથી જાગવા આહવાન કર્યું હતું સાથે નસા મુક્ત થવા સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા જોકે આ સાથે જાહેર સ્થળોએ ઉભેલા રથને જોઈને મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી વ્યસન મુક્ત ગામડે ગામડે લોકોને નશા મુક્તિની સમજણ આપી નશો છોડાવવા અપીલ કરી હતી જોકે આ બાબતે ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશા મુક્તની તાલીમ આપી બીજાને વ્યસન છોડાવે તેવા સક્ષમ બનાવવાની સેવાનો પણ પ્રારંભ કરાશે તેમ દીપીકાબેન બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંચાલક અંબાજી એ જણાવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande