સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર કન્ટેનરમાં આગ લાગી ગઈ હતી. કડોદરા ચાર રસ્તાન ઓવર બ્રિજ પર લાગી કન્ટેનરમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. મુંબઇથી અમદાવાદ જતા માર્ગ પર કન્ટેનરમાં આગ લાગતા રસ્તો બ્લોક કરી દેવાયો હતો. ડીઝલ ટેન્ક લીકેજ થતા લાગી આગ લાગતાં જોત જોતામાં જ્વાળાઓ પ્રચંડ બની હતી.જેથી કડોદરા પાલિકા ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જિલ્લા ટ્રાફિકની ટીમે ઘટના સ્થળે પહોંચી રસ્તો બંધ કરાવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યા બાદ રોડ પર વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે