પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર મહાનગર બન્યા બાદ એક પછી એક આકરા નિર્ણયથી લોકોની મુશ્કેલી વધી છે. મહાનગર બન્યા બાદ કચેરીમાં સુધરાઈ સભ્યોની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા છે. તો આજથી હવે હેલ્મેટ પહર્યા વીના બાઇક લઈને આવતા અરજદારોના વાહનોને કચેરીના પાર્કિંગમાં પ્રવેશવા દેવામા નહીં આવતા ભારે કચવચાટ જોવા મળી રહ્યો છે. સરકાર દ્રારા સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરી કચેરી આવાનો પરિપત્ર છે.
ત્યારે કર્મચારી માટે આ નિયમ યોગ્ય છે. પરંતુ અરજદારો માટે પણ હેલ્મેટ વિના આવતા તેમના વાહનો પણ કચેરીની બહાર પાર્ક કરવા આદેશ કરવામાં આવ્યા હતા જેના કારણે કચેરીની બહાર વાહનોની ખડકલો થઈ ગયો હતો અને અરદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી મનપા દ્રારા આ મનઘડત નિર્ણયને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે. અરજદારો પોતના કામ ધંધા છોડી અને કચેરીએ કામ અર્થે આવતા હોય ત્યારે તેમને પણ હેલ્મેટ ફરજીયાત લેવો પરવડે તેમ નથી અને કચેરીના કામ અને હેલ્મેટને શુ લેવા દેવા તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે .માત્ર મનપાના કર્મચારીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. મનપા કચેરીની બહાર વાહન પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya