ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર ટાઉનહોલ ખાતે કૃષિ જાગરણ-સમૃદ્ધ કિસાન મહોત્સવ- મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત વિવિધ પ્રશંશનીય કામગીરી કરતા ખેડૂત ભાઈઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત એન્કરીંગ, લાઈઓજનીંગ અને પ્રાકૃતિક ખેતીના સફળ ખેડૂત તરીકેનો વિશિષ્ટ એવોર્ડ ગાંધીનગર જિલ્લાના મોટી સિહોલી ખાતે પ્રાતેનમા ફાર્મ ધરાવતા નરેન્દ્ર ભાઈ મંડીરે મેળવ્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો પધાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 33 જિલ્લાના પ્રતિનિધિત્વ કરતા પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારી કામગીરી કરતા ખેડૂતોનું પણ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ