રાજૌરી,21 ફેબ્રુઆરી (હિ.સ) વારંવાર સરહદી અથડામણો પછી વધતા તણાવ વચ્ચે, ભારત અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ આજે ફ્લેગ મીટિંગમાં ભાગ લેશે. આ બેઠક પૂંછ જિલ્લાના ચકના દા બાગ ખાતે નિયંત્રણ રેખા ક્રોસિંગ પોઈન્ટ પર યોજાશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં નિયંત્રણ રેખા પર તાજેતરમાં થયેલા ગોળીબાર, સ્નાઈપિંગ અને IED વિસ્ફોટોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ છે. બંને દેશોના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ તણાવ ઘટાડવાના માર્ગો પર ચર્ચા કરશે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ