પૂર્વમંજુરી વગર ગાંધીનગરમાં લગવાયેલ ટ્રાફિક બુથ સામે ગાંધીનગર મનપાની કાર્યવાહી
ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આઉટડોર પબ્લિસિટી પોલિસી લાગુ કરવામાં આવી છે. આ પોલિસી દ્વારા શહેરમાં પબ્લિસિટી માટે નિયમોને આધીન અધિકૃત કરવામાં આવેલ સ્ટ્રક્ચર્સ રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા સતત કાર્યરત છ
ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આઉટડોર પબ્લિસિટી પોલિસી લાગુ કરવામાં આવી છે. આ પોલિસી દ્વારા શહેરમાં પબ્લિસિટી માટે નિયમોને આધીન અધિકૃત કરવામાં આવેલ સ્ટ્રક્ચર્સ રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા સતત કાર્યરત છે. આ કામગીરીને વેગ આપવા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ ચાર રસ્તાઓ પાસે ઊભા કરવામાં આવેલ ટ્રાફિક બુથ તાત્કાલિક અસરથી હટાવી લેવા સંલગ્ન એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે. મ્યુ. કમિશનર જે. એન. વાઘેલા દ્વારા એજન્સીને કડક સૂચના આપી ત્વરિત રીતે આ બુથ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. એજન્સી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અંદાજિત 50 જેટલા ટ્રાફિક બુથ ઊભા કરવામાં આવેલ હતા. આ બુથ પર એજન્સી દ્વારા ખાનગી જાહેરાતો માટે બેનર્સ લગાવવામાં આવતા હતાં. આ ટ્રાઈફ બુથ લાગુ કરવામાં આવેલ નવી પોલિસી હેઠળની ગાઈડલાઇન્સને અનુરૂપ ન હોવાથી તાત્કાલિક અસરથી આ બુથ હટાવી લેવા એજન્સીને સૂચના આપવામાં આવી હતી. જેના પરિણામે એજન્સી દ્વારા આ બુથ હટાવવાની કામગીરી શરું કરી દેવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા આગામી ભવિષ્યમાં વધુ આક્રમક રીતે આ પોલિસીના અમલીકરણ માટે કાર્યરત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande