ગાંધીનગર મનપા દ્વારા પેથાપુરના વર્ષો જૂના દબાણો દૂર કરવાનો દોર બીજા દિવસે પણ ચાલુ રહ્યો
ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી બીજા દિવસે પણ પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ રહેલ. જેમાં, પેથાપુર રાંધેજા રોડ પર 12મી ટીપી ના સર્વિસ રોડ પર ના પાક્કા દબાણો દૂર કરવા માં આવેલ, તથા પેથ
પેથાપુર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી


પેથાપુર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી


ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી બીજા દિવસે પણ પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ રહેલ.

જેમાં, પેથાપુર રાંધેજા રોડ પર 12મી ટીપી ના સર્વિસ રોડ પર ના પાક્કા દબાણો દૂર કરવા માં આવેલ, તથા પેથાપુર રોડ પર આવેલ શુભ કોમ્પલેક્ષ થી પેથાપુર ચોકડી તરફ ના સર્વિસ રોડ પર પણ કામગીરી ચાલુ રહી. ખોલવામાં આવેલ રોડ ની જગ્યા માં સપ્લાય લાઈન નાખવાની કામગીરી પૂર્જોશે ચાલુ છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પણ બ્રિજ સંદર્ભે ડાઇવર્ઝન રોડ ની કામગીરી પુર ઝડપે ચાલુ છે.

બે દિવસ ચાલેલ આ ડ્રાઇવમાં જે વિવિધ મેઇન ટ્રંક લાઈનો નાખવામાં આવનાર છે તેનાથી વોટર સપ્લાય, ડ્રેનેજ, તેમજ સ્ટોર્મ વોટર ના નિકાલની સુવિધા સમગ્ર પેથાપુર ના શહેરીજનો ને લાભકારક થશે. આ ડ્રાઇવ માં અધિકારી/ કર્મચારીઓ તથા અન્ય સપોર્ટિંગ સ્ટાફ મળી કુલ 50 જેટલા અધિકારીઓ કર્મચારીઓ તથા સપોર્ટિંગ સ્ટાફ સાત જેટલા જેસીબી, તથા ટ્રેક્ટર તથા અન્ય સામગ્રીઓ સાથે ઉતરી કામગીરી કરેલ.

ખુલ્લી થતી જમીનો થી પેથાપુર ચોકડી પર સુવ્યવસ્થિત રસ્તા તેમજ બ્યુટેફિકેશન કામગીરી પણ હાથે ધરવામાં આવશે જેનાથી પેથાપુર ચોકડી ની કાયાપલટ થશે. પેથાપુર ચોકડી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ તેમજ જાહેર શૌચાલય, ટ્રી પ્લાન્ટેશન, CCTV, જેવી સુવિધાઓ થી સુસજ્જ થશે. ગાંધીનગર શહેરમાં હાલે રાયસણ અને કુડાસણ ખાતે જે પ્રકારના આઇકોનિક રોડ ડેવલોપમેન્ટ ની કામગીરી હાથે દોરવામાં આવે છે તેવા જ પ્રકારની ડેવલોપમેન્ટ કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવશે. આ બે દિવસની કામગીરીમાં પેથાપુરના સ્થાનિક જમીન માલિકો તથા અન્ય સ્થાનિક રહીશો દ્વારા ખૂબ જ સાથ અને સહકાર મળેલ છે જેનાથી આ અગત્યની કામગીરી થઈ શકેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande