•સ્થાનિક કલાકારોને સ્ટેજ મળશે તેમજ જાણીતા કલાકારો વિવિધ કૃતિઓ ભજન અને શિવ આરાધના પ્રસ્તુત કરશે
જુનાગઢ, 21 ફેબ્રુઆરી (હિ.સ.). જૂનાગઢના ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમ એક આગવી ઓળખ ધરાવે છે. અહીં આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોને અગ્રતા અપાતા જાણીતા કલાકારોની સાથે સ્થાનિક કલાકારોની ટીમને પણ સ્ટેજ મળશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ જે અગાઉના વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો સ્થાયી મંચ ભવનાથ મંદિરથી આગળ ઝોનલ ઓફિસ પાસે છે તે આ વખતે રહેશે. તા. 22 થી 25 ફેબ્રુઆરી સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ