લગ્ન વિશયક સેમિનાર યોજવામાં આવ્યો
•જૂનાગઢ અખિલ ગુજરાત લોહાણા મહિલા મંડળ સગપણ સેવા સમિતિ કેશોદ દ્વારા આયોજન જુનાગઢ, 21 ફેબ્રુઆરી (હિ.સ.). કેશોદમાં ઘણા વર્ષો સુધી રઘુવંશી સમાજ દ્વારા લગ્ન બ્યુરો ચલાવવામાં આવતો હતો પરંતુ થોડા સમય પહેલા આ લગ્ન બ્યુરો બંધ થયેલ હતો હાલમાં કેશોદના રઘુવંશી
લોહાણા મહીલા મંડળ


•જૂનાગઢ અખિલ ગુજરાત લોહાણા મહિલા મંડળ સગપણ સેવા સમિતિ કેશોદ દ્વારા આયોજન

જુનાગઢ, 21 ફેબ્રુઆરી (હિ.સ.). કેશોદમાં ઘણા વર્ષો સુધી રઘુવંશી સમાજ દ્વારા લગ્ન બ્યુરો ચલાવવામાં આવતો હતો પરંતુ થોડા સમય પહેલા આ લગ્ન બ્યુરો બંધ થયેલ હતો હાલમાં કેશોદના રઘુવંશી બહેનો દ્વારા જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેઓ દ્વારા કેશોદના રઘુવંશી પરિવારના દીકરા દીકરીઓ ના સબંધો માટે અખિલ ગુજરાત મહિલા મંડળ લગ્ન બ્યુરો ની સ્થાપના કરવામાં આવી છે.

જેના દ્વારા આજરોજ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા સુંદર વાડી ખાતે લગ્ન વિષયક સેમિનાર નું આયોજન કરવામાં આવેલું હતું.

આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પોરબંદરથી પધારેલા ચંદ્રિકાબેન તન્ના તેમજ શોભનાબેન પોપટ અને લોહાણા મહાજન ના ટ્રસ્ટીઓ અને કેશોદના સગપણ સમિતિના સંચાલકો શીતલબેન કાનાબાર તેમજ બિંદીયાબેન વિઠલાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ થી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કે ટી દેવાણી તેમજ ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા આજના જમાનામાં દીકરા દીકરીઓના લગ્ન વિશયક સગપણ ગોઠવવામાં નડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં જુનાગઢ પોરબંદર તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી દીકરા દીકરીઓ તેમજ તેમના વડીલો હાજર રહ્યા હતા. કાર્યક્રમ સંપૂર્ણ સંચાલન હેપી બેન ધનેશા દ્વારા કરવામાં આવેલું હતું આભાર વિધિ દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande