ભરૂચ મુલદ ટોલ પ્લાઝા નજીક મારુતિ ગાડીમાં લાગી આગ બળીને થઈ ગઈ રાખ
•ગાડીમાં આગ લાગતા સમય ચૂચકતા વાપરી પેસેન્જરો ઊતરી જતા થયો આબાદ બચાવ •રસ્તા પર જ ગાડી સળગી જતા હાઈવે વાહન વ્યવહાર બંધ થતા અંકલેશ્વર સુધી ટ્રાફિક જામ થયો હતો •હાઈવે ઓથોરીટીએ તાત્કાલિક ફાયર ફાઇટરોને બોલાવી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો ભરૂચ 21 ફેબ્
ભરૂચ મુલદ ટોલ પ્લાઝા નજીક મારુતિ ગાડીમાં લાગી આગ બળીને થઈ ગઈ રાખ

ભરૂચ મુલદ ટોલ પ્લાઝા નજીક મારુતિ ગાડીમાં લાગી આગ બળીને થઈ ગઈ રાખ

ભરૂચ મુલદ ટોલ પ્લાઝા નજીક મારુતિ ગાડીમાં લાગી આગ બળીને થઈ ગઈ રાખ

ભરૂચ મુલદ ટોલ પ્લાઝા નજીક મારુતિ ગાડીમાં લાગી આગ બળીને થઈ ગઈ રાખ

•ગાડીમાં આગ લાગતા સમય ચૂચકતા વાપરી પેસેન્જરો ઊતરી જતા થયો આબાદ બચાવ

•રસ્તા પર જ ગાડી સળગી જતા હાઈવે વાહન વ્યવહાર બંધ થતા અંકલેશ્વર સુધી ટ્રાફિક જામ થયો હતો

•હાઈવે ઓથોરીટીએ તાત્કાલિક ફાયર ફાઇટરોને બોલાવી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો

ભરૂચ 21 ફેબ્રુઆરી (હિ.સ.). ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર આજે એક ગંભીર ઘટના સામે આવી છે. મુલદ ટોલ પ્લાઝાથી માત્ર 500 મીટર દૂર ભરૂચ તરફ જતી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી .સદનસીબે કારમાં સવાર મુસાફરોએ સમયસૂચકતા વાપરીને તરત જ વાહન થોભાવી મુસાફરો ધુમાડા જોઈ બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.

મુલદ ટોલ ટેક્સના સ્ટાફે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને કારણે સુરત તરફથી આવતો ટ્રાફિક અંકલેશ્વર સુધી જામ થઈ ગયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ પણ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને વાહન વ્યવહાર પુનઃ સુચારુ કરવાની કામગીરી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande