સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અડાજણ મામલતદારની ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલની સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ અડાજણ તાલુકાના પાલ વિસ્તારમાં અડાજણ મામલતદાર મનીષ પટેલની ટીમ દ્વારા ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી. જેમાં બ્લોક નં.429, ક્ષે.4856 ચો.મી., ટી.પી.સ્કીમ નં.14(પાલ), ફા.પ્લોટ નં.92, ક્ષે.3989 ચો.મી. વાળી અંદાજિત રૂ.10 કરોડની સરકારી ગૌચરણ સત્તાપ્રકારની જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દબાણમાં આસપાસ ચાલતા બાંધકામોના શ્રમિકોની કોલોની, ટોયેલેટ બ્લોકના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે