વડોદરા, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરા પીસીબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ખોડીયાર નગર પાસે સિધ્ધનાથ પ્લેનેટ ટાવર નંબર સી ના મકાન નંબર 202 માં રહેતો આકાશ રઈજીભાઈ માછી જુગારધામ ચલાવે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા જુગાર ધામના સંચાલક આકાશ માછી સહિત પાંચ ઝડપાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 95,940 તથા 6 મોબાઈલ ફોન મળીને કુલ 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (1) આકાશ માછી (2) દિલીપ મંગળસિંહ ખાટ (રહે જય અંબે ફળિયુ કિશનવાડી) (3) ધર્મેશ રમેશભાઈ ગોહિલ (રહે-ઝંડા ચોક કિશનવાડી) (4) નયનકુમાર ગોપાલભાઈ કહાર (રહે-પાણીગેટ કહાર મહોલ્લો) તથા (5) સાગર કંચનભાઈ માછી (રહે મહેશ કોમ્પલેક્ષ ભાગોડીયા રોડ) નો સમાવેશ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે