પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.). 20 ફેબ્રુઆરી 2025ના રોજ પાટણના 1280મા સ્થાપના દિવસે રાણકી વાવ ખાતે 'રાણકી વાવ ઉત્સવ-2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિ હતી. સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર અને લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ સુંદર સંગીત પ્રસ્તુતિ આપી હતી.
રાજ્ય સરકારે પાટણ મ્યુઝિયમનું નામ બદલીને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય રાખવામાં આવ્યું છે. આ સાથે પાટણ મ્યુઝિયમના માધ્યમથી પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ મળશે.
2014માં રાણકી વાવને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની સત્તાવાર ઓળખ મળી હતી. ત્યારબાદ રાણકી વાવની પ્રતિકૃતિ 100 રૂપિયાની નોટ પર જોવા મળી. પાટણ મ્યુઝિયમ 2010માં સ્થાપિત થયું હતું અને તે 10મી સદીથી 15મી સદી સુધીના પ્રાચીન અવશેષો અને સ્થાપત્ય પ્રદર્શન માટે ખુલ્લું છે.
પાટણ મ્યુઝિયમમાં 200થી વધુ મૂર્તિઓ, શિલ્પો, અને શિલાલેખો છે. અહીં રાજા ભીમદેવ અને રાજા સિદ્ધરાજના સમયના પ્રાચીન અવશેષો જોવા મળે છે. મ્યુઝિયમમાં પ્રાચીન શિલાલેખો પર ઇતિહાસ દર્શાવતો લખાણ પણ ઉપલબ્ધ છે.
મ્યુઝિયમમાં ચૌલુક્ય કાળના ચાર તામ્રપત્ર છે, જે 987 અને 1231 ઇસવી સાલના સમયકાળના છે. આ તામ્રપત્રોમાં શું લખાયું છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે પાટણના ઈતિહાસના મહત્વપૂર્ણ દસ્તાવેજો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર