સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે ભાઠેનાથી 2 બાળ અને 2 તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.). બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત શહેરના ભાઠેનાની શિવશક્તિ સોસાયટીમાં રેડ પાડી 2 બાળ અને 2 તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ તરૂણ શ્રમિકો બિહારથી કામ અર્થે સુરત આવ્યા હતા. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ
Surat


સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.). બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત શહેરના ભાઠેનાની શિવશક્તિ સોસાયટીમાં રેડ પાડી 2 બાળ અને 2 તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ તરૂણ શ્રમિકો બિહારથી કામ અર્થે સુરત આવ્યા હતા. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની દેખરેખ હેઠળ વી.આર. પોપાવાલા બાળાશ્રમમાં આશ્રય અર્થે મોકલાયા હતા.

સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીએ બાળ સુરક્ષા યુનિટ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ-(સુરત ગ્રામ્ય), જિ.આરોગ્ય અધિકારીની કચેરી સહિતના વિભાગો સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. ડોક્યુમેન્ટ આવ્યા પછી આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી,સુરતની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande