સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતમાં ઠગો ટેક્નોલોજીના ઉપયોગ કરીને સરકાર સાથે ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો ત્રણ યુવાનો એક વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા. જોકે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. ટ્રાફિક પોલીસનો જવાન સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારે એક ઓટો રીક્ષા નં.GJ-05-CV-2046 છોડાવવા માટે ત્રણ ઇસમો વિશાલ,ક્રિષ્ના અને સુનિલ આવ્યા હતા. જે પૈકી વિશાલે RTOમાં દંડ ભર્યાની સ્લીપ રજુ કરી અને તેની પાસે રીક્ષાના માલિક તરીકે સાબિતી માટે RC બુક અને આઇ.ડી પ્રુફની માંગણી કરતાં તેઓએ રજું કરેલ RC બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રીક્ષાના માલિક બીજા હોવાનું જણાયુ હતું. જેથી તેને રીક્ષા સુપરત કરી નહી અને રીક્ષા માલિકને રીક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યુ હતું.
પહેલાના એકાદ વર્ષના સમયગાળા દરમ્યાન રીક્ષા નં. GJ-05-CV-2046 ની છોડાવવા આવેલ વિશાલ, ક્રિષ્ના સંદિપે કુલ 29 વાહનોના માલિકો કે કબ્જેદારોએ અલગ-અલગ સમયે સુરત શહેર ટ્રાફિક રીજીયન-1 વિસ્તારમાંથી M.V.ACT-207 મુજબ જમાં લેવામાં આવેલ વાહનો પોતાના અગંત આર્થિક ફાયદા માટે સુરત RTO કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને 2.38 લાખનું નુકસાન પહોંચાડયુ હતું. સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો છોડાવી જતા સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરીયાદ આપવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે