પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોને મુકત કરવામાં આવ્યા છે. 22 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. તે આવતીકાલે તા. 22 ફેબ્રુઆરીના રોજ વાઘા બોર્ડરે પહોંશે માછીમારોની મુકિત થતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભારતીય જળ સીમા નજીકથી આવરનવાર પાકિસ્તાન મરિન દ્રારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. બોટની મુકિત કરવામા આવતી નથી પરંતુ ભારતીય માછીમારોને સમયાંતરે મુકત કરવામાં આવે છે.ત્યારે વધુ એક વખત પાકિસ્તાન સરકારે ભારતીય માછીમારોને મુકત કર્યા છે. પાકિસ્તાનની જેલમાં 216 જેટલા માછીમારો બંધક હતા તે પૈકીના 22 ભારતીય માછીમારોને તા. 20 ફેબ્રુઆરીના રોજ મુકત કરવામાં આવ્યા છે. તેઓ તા. 22 ફેબ્રુઆરીના રોજ વાઘા બોર્ડરે પહોંચશે મુકત કરાયેલા માછીમારો વર્ષ 2021-2022માં પકડાયા હતા હાલ મુકત કરાયેલા મોટભાગના માછીમારો બિમાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ભારતીય માછીમારોના મુકિતના પગલે તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya