મહિયલ શાળા ના ધો.10-12 ના વિધાર્થીઓ માટે શુભેચ્છા, વિદાય સમારોહ યોજાયો
મોડાસા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) તલોદ તાલુકાના મહિયલ ખાતેની જે.બી ઉપાધ્યાય હાઈસ્કૂલ ના ધો.10 અને ધો.12 ના વિધાર્થી ઓ ને આવનાર પરીક્ષા માટે શુભેચ્છા પ્રદાન કરવાનો અને ધો.12 બાદ શાળા છોડી જઈ રહેલા વિધાર્થી ઓને વિદાય આપી શુભકામના ઓ પ્રદાન કર
મહિયલ શાળા ના ધો.10-12 ના વિધાર્થીઓ માટે શુભેચ્છા, વિદાય સમારોહ યોજાયો


મોડાસા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) તલોદ તાલુકાના મહિયલ ખાતેની જે.બી ઉપાધ્યાય હાઈસ્કૂલ ના ધો.10 અને ધો.12 ના વિધાર્થી ઓ ને આવનાર પરીક્ષા માટે શુભેચ્છા પ્રદાન કરવાનો અને ધો.12 બાદ શાળા છોડી જઈ રહેલા વિધાર્થી ઓને વિદાય આપી શુભકામના ઓ પ્રદાન કરવાનો કાર્યક્રમ તલોદ રેફરલ હોસ્પિટલ ના સુપ્રિ.ડૉ.જતિન પટેલ ના મુખ્ય મહેમાન પદે યોજાઈ ગયો.સાથે શાળા માંથી વય મર્યાદા ને કારણે નિવૃત્ત થઈ રહેલા સુપરવાઈઝર નરેન્દ્રસિંહ બી. ઝાલા નિવૃત્તિ સન્માન, વિદાય સમારોહ પણ યોજાઈ ગયો.

આ પ્રસંગે શાળા સંચાલક મંડળના મંત્રી ભાવેશ ઉપાધ્યાય,ટ્રસ્ટી કમલેશ ભાઈ , દિનકરભાઈ,સુનિલ ભાઈ તથા કશ્યપ ભાઈ સહિતના મહાનુભાવો,સ્ટાફ પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શાળા ના આચાર્ય ડૉ. નિલેષ આચાર્ય એ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જ્યારે શાળાના ઇંગ્લિશ વિષય ના શિક્ષક રાજેન્દ્ર ઉપાધ્યાય એ કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande