પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ નજીક આવી રહી છે તો ધોરણ 9 અને 11 બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ રહયું છે.
આવા સમયે વિદ્યાર્થિનીઓને પરીક્ષાનો ભય લાગવો, પરિણામની ચિંતા થવી અને હું શું કરું તો વધારે સફળ થઈ શકું એવી ચિંતા થવી સ્વાભાવિક છે ત્યારે આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની ધોરણ 9 થી 12 ની 379 દીકરીઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકભારતી યુનિવર્સિટી સણોસરાના પ્રોવોસ્ટ તથા ઈનોવેટીવ કેળવણીકાર, લેખક, ચિંતક ડૉ.વિશાલ ભાદાણીની દીકરીઓ સાથે “પરીક્ષા, પરિણામ અને હું” વિષય પર ગોષ્ઠી રાખવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થિનીએ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કયું હતું. પ્રારંભમાં તેમણે દીકરીઓને ત્રણ પ્રશ્ન કર્યા હતા જેમાં કોઈને એવું થાય છે કે બધીજ તૈયારી કર્યા બાદ પરીક્ષાખંડમાં પ્રશ્નપત્ર હાથમાં આવેતો બધુજ ભુલાઈ જાય છે? ઘણું બધુ વાંચીએ પણ યાદ રહેતું નથી? ત્યારબાદ એમણે સૌ પ્રથમ વાંચન કેવી રીતે કરવું એ સમજાવતા 25 + 5 વિશે વાત કરી હતી જેમાં 25 મિનિટ વાંચી 5 મિનિટ મનગમતી પ્રવૃતિ કરવી જોઈએ જેનાથી લાંબો સમય સુધી વાંચી શકાશે એ સાથે સૂચન પણ કર્યું કે પલંગ પર બેસીને કે લાંબા થઈને વાંચવું ન જોઈએ ત્યારબાદ તેમણે 80 + 20 ની વાત કરતા જણાવ્યું કે આપણી પરીક્ષા લેખિત હોવાથી વધુને વધુ લખવું જોઈએ જેમાં 80% લખવું અને 20% વાંચવું જેથી પ્રેકટીશ થાય, લખવાની આદત પડે. ત્યારબાદ દ્રઢ ઈચ્છાઓ સામે હારી જઈએ છીએ તેને માઈક્રો આત્મહત્યા કહેવાય તેથી ઈચ્છાશક્તિ પ્રબળ બનાવવી જોઈએ. વિશાલભાઈએ સત્યમ, શિવમ, સુંદરમની વાત કરતા કહયું કે તમે જે પેપર લખો એ સ્વચ્છ, સુઘડ અને સુંદર હોવું જોઈએ ત્યારબાદ આગળના અભ્યાસ માટે કેટલા કોર્ષ છે તેની વાત પણ કરી ઘણાં ઉદાહરણો દ્વારા સફળતા કેમ મેળવી શકાય તે વાત પણ કરી ગુજરાતમાં આવેલ 104 યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની વાત પણ કરી અને હું વિશે વાત કરતા કહયું કે અત્યારે તમે તમારા માતાપિતાના નામે ઓળખાવ છો જ્યારે તમારા માતાપિતા તમારા નામથી ઓળખાય ત્યારે તમે ખરા અર્થમાં સફળ થયા કહેવાય.
ઈત્તર વાંચન પર ભાર મૂકતા કહયું કે જે વિ જે વાંચે એ વિચારે અને જે વિચારે એ કદી ગુલામ ન બને. ત્યારબાદ તેમણે દીકરીઓએ પૂછેલા પ્રશ્નોના ઉતરો પણ આપ્યા જેમાં એક સારું વ્યક્તિત્વ બનાવવા માટે તમારી આસપાસના લોકોની ચર્ચાનો વિષય બીજાની નિંદા, રાજકારણ, નકારાત્મકતા કે પછી સુંદર દેખાવાનો ન હોવો જોઈએ. આમ આ ગોષ્ઠી ખૂબ સફળ રહી દીકરીઓને ન માત્ર પરીક્ષાલક્ષી કે કારકિર્દી લક્ષી, જીવનલક્ષી પાથેય પણ મળી રહયું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya