પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની રંજાડ જોવા મળી રહી છે. હવે પોરબંદર શહેરમાં પણ દીપડાએ લટાર મારવાનુ શરૂ કર્યુ હોય તેમ લોકોના ઘરમાં ઘુસી જાઇ છે .તો ગઇકાલે શુક્રવારે રાત્રીના સમયે એસીસી ગ્રાઉન્ડ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો જેને પગલે લોકોમાં ભય જોવા મળ્યો હતો તો બીજી તરફ વન વિભાગે દીપડાને શોધવા માટે રાત ઉજાગરા કર્યા હતા પરંતુ કોઇ સગડ મળ્યા ન હતા પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાએ પડાવ નાંખ્યો છે બે દિવસ પૂર્વે રાજમહેલ નજીકના એક બંધ મકાનમાં દીપડો આંટાફેરા કરતો હોય તેવો એક વિડીયો સામે આવ્યો હતો તો શુક્રવારે એસીસી ગ્રાઉન્ડમા દીપડાએ દેખા દીધી હતી આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ એસીસી કોલોની વિસ્તારમાં દોડી ગઈ હતી અને દીપડાના સગળ મેળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી દીપડાએ શહેરી વિસ્તારમાં પડાવ નાંખતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે . આ અગાઉ પણ શહેરી વિસ્તારમાં દીપડો ઘુસી આવ્યો હતો અને તેમને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યાં ફરી દીપોડો શહેરી વિસ્તારમાં જોવા મળતા લોકોની હાલત કફોડી બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya