પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણના સંયુક્ત ઉપક્રમે 21 ફેબ્રુઆરી, 2025ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મળી માતૃભાષા મને ગુજરાતી શીર્ષક હેઠળ યોજાશે. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા સંદેશ સાથે પ્રારંભ થશે.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિમલેશ ખમાર માતૃભાષાનું મહત્વ અને તેની વર્તમાન સ્થિતિ વિશે વાત કરશે. તેઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષા વચ્ચેના તફાવત અને માતૃભાષા દ્વારા બાળકના સર્વાંગી વિકાસ વિશે માર્ગદર્શન આપશે. બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈ અને મુખ્ય અતિથિ શ્રી અશોકભાઈ વ્યાસ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના સંયોજક ડૉ. પારસ ખમાર માતૃભાષાના મહત્વ અને વિદેશી લોકોમાં માતૃભાષા પ્રત્યેના પ્રેમ વિશે વાત કરશે. અંતે મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન અંતર્ગત મહેમાનો, વક્તાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર